Isaiah 29:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે વસ્તુઓને ઊંધી સીધી કરો છો! શું કુંભાર માટીની બરાબર ગણાય, એવી રીતે કે, કૃત્યો પોતાના કર્તા વિષે કહે, "તેણે મને બનાવ્યો નથી," અથવા જે વસ્તુની રચના થયેલી છે તે પોતાના રચનારને કહેશે કે, "તે મને સમજી શકતો નથી?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અરે, આ તો તમારી કેવી આડાઈ છે! શું માટી કુંભારની બરાબર ગણાય? કોઈ કૃતિ પોતાના ર્ક્તાને એમ કહેશે કે, ‘તેં મને બનાવી નથી’ અથવા ઘડો કુંભારને એમ કહેશે કે, ‘તને કંઈ ભાન નથી?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અરે તમારી કેવી આડાઈ! શું કુંભાર માટીની બરાબર ગણાય? એવી રીતે કે, કૃત્યો પોતાના કર્તા વિષે કહે, ‘તેણે મને કર્યું નથી;’ અથવા બનાવેલું પોતાના બનાવનાર વિષે કહે, ‘તેને કંઈ સમજ નથી?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે કેટલા મૂર્ખ છો! શું માટી અને કુંભાર એક જ સ્તરના ગણાય? ઘડો કુંભારને એમ ન કહી શકે કે, “તે મને નથી બનાવ્યો. શું તું કશું સમજતો નથી.”