Isaiah 29:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે જુલમીનો અંત આવ્યો છે અને નિંદકને ખતમ કરવામાં આવ્યો છે. જે કોઈ દુષ્ટતા કરવાનું ચાહે છે તેઓ સર્વને નાબૂદ કરવામાં આવશે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જુલમગારો અને તુમાખીખોરોનો અંત આવશે. દુષ્ટતા પર જેમની દષ્ટિ મંડાયેલી છે એવા સૌ માર્યા જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે જુલમીનો અંત આવ્યો છે, ને નિંદકને પૂરો કરવામાં આવ્યો છે; ને અન્યાય કરવા માટે જેઓ તાકી રહે છે તેઓ સર્વને નાબૂદ કરવામાં આવ્યા છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ, જુલમીઓનો અંત આવ્યો હશે અને હાંસી ઉડાવનાર હતો ન હતો થઇ ગયો હશે; અને બધા દુષ્કર્મો કરવાને ટાંપી રહેનારા, જેઓ બીજાને ગુનેગાર ઠરાવવા માટે ખોટી સાક્ષી આપનારા, ન્યાયાધીશોને લાંચ આપવાનો પ્રયત્ન કરનારા, તથા પાયા વગરની દલીલથી નિર્દોષને ન્યાય મળતો રોકનારા નાશ પામ્યા હશે.