Isaiah 29:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ જ્યારે પોતાની મધ્યે પોતાના સંતાનો એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે. તેઓ યાકૂબના પવિત્રને પવિત્ર માનશે અને ઇઝરાયલના ઈશ્વરના આદરમાં ઊભા રહેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, યાકોબનાં સંતાન તેમની વચમાં કરાયેલાં મારાં હાથનાં કાર્યો જોશે ત્યારે તેઓ મારા પવિત્ર નામનું સન્માન કરશે. તેઓ મારો યાકોબના પવિત્ર ઈશ્વર તરીકે સ્વીકાર કરશે અને ઇઝરાયલના ઈશ્વર તરીકે મારો આદરપૂર્વક ડર રાખશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તે પોતાની મધ્યે પોતાનાં છોકરાં એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે; અને તેઓ યાકૂબના પવિત્ર [ઈશ્વર] ને પવિત્ર માનશે, ને ઇઝરાયલના ઈશ્વરથી બીશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે મેં જે તેમના માટે કર્યુ છે તેને, તે તથા તેના બાળકો જોશે ત્યારે તેઓ મારા નામનું સન્માન કરશે. તેઓ યાકૂબના પવિત્ર દેવની સ્તુતિ કરશે અને ઇસ્રાએલના દેવનો આદર કરશે.