Isaiah 29:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તને નીચે પાડવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે; ધૂળમાંથી તારી ધીમી વાણી સંભળાશે. તારો અવાજ ભૂમિમાંથી સાધેલા અશુદ્ધ આત્માના જેવો આવશે અને તારો બોલ ધીમે સ્વરે ધૂળમાંથી આવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તને નીચું પાડી નાખવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે. તું ધૂળમાંથી ગણગણશે. ધરતીમાંથી ભૂતના સાદ જેવો તારો સાદ સંભળાશે અને ધૂળમાંથી તારો ધીરો અવાજ આવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું નીચું પડીને ભૂમિમાંથી બોલશે, ને ધૂળમાંથી તારી વાત ધીમે અવાજે સંભળાવશે; અને તારો અવાજ ભૂમિમાંથી સાધેલા આત્માના અવાજ જેવો થશે, ને તારો બોલ ઝીણે સ્વરે ધૂળમાંથી આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તું ભોંયભેગી થઇ જશે અને ભૂમિ પર પડી પડી તું બોલશે. તું ધૂળમાં રગદોળાશે; ત્યાં જમીનમાંથી તારો અવાજ આવશે. તને દફનાવી દીધી છે તે ભૂમિમાંથી પ્રેતના જેવો તારો ધીમો અવાજ આવશે.”