Isaiah 3:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુવાસને બદલે દુર્ગંધ; અને કમરબંધને બદલે દોરડું; ગૂંથેલા વાળને બદલે ટાલ; અને ઝભ્ભાને બદલે ટાટનું આવરણ; અને સુંદરતાને બદલે કુરૂપતા થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે સુગંધને બદલે દુર્ગંધ હશે; મુલાયમ કમરપટ્ટાને બદલે દોરડું હશે; ગૂંથેલા કેશને બદલે ટાલ હશે; કીમતી વસ્ત્રોને બદલે ચીંથરાં હશે અને સૌંદર્યને બદલે કલંક હશે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે સુગંધને બદલે દુર્ગંધ થશે; પટકાના બદલામાં દોરડું; ગૂંથેલા કેશને બદલે ટાલ; ઝભ્ભાને બદલે ટાટની કછોડી; અને સુંદરતાને બદલે ડામ થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સુગંધને બદલે દુર્ગંધ, કમરબંધને બદલે દોરડું, સુંદર અંબોડાને બદલે તાલ, કીંમતી વસ્ત્રને બદલે ચીંથરો, અને સુંદરતાને બદલે કુરુપતા રહેશે.
Recommended Reading