Isaiah 3:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સમયે માણસ પોતાના ભાઈને તેના પિતાના ઘરમાં પકડીને, કહેશે કે, 'તારી પાસે વસ્ત્ર છે; તું અમારો અધિપતિ થા અને આ ખંડિયેર તારા હાથ નીચે રહે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સમયે માણસ પોતાના જ કોઈ ગોત્રબધુંને પકડીને કહેશે, “તારી પાસે વસ્ત્ર છે તેથી તું અમારો આગેવાન થા અને પાયમાલ થઈ ગયેલા કુટુંબનો કારભાર ચલાવ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[તે સમયે] માણસ પોતાના ભાઈને તેના પિતાના ઘરમાં પકડીને કહેશે, “તારી પાસે વસ્ત્ર છે, ચાલ, તું અમારો અધિપતિ થા, આ ખંડિયેર તારા હાથ નીચે રહો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એવો સમય આવશે જ્યારે માણસ પોતાના પિતાના ઘરમાં પોતાના ભાઇને પકડીને કહેશે કે, “તારી પાસે તો વસ્ત્ર પણ છે; ચાલ, તું અમારો આગેવાન થા અને આ ખંડેરના ઢગલા ઉપર રાજ્ય કર.”