Isaiah 30:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કુંભારનું વાસણ તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાગી નાખશે; અને દયા રાખ્યા વગર તેના એવી રીતે ચૂરેચૂરા કરશે કે, એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે ઠીકરું સરખુંય મળશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માટીના કોઈ પાત્રને ભાગી નાખવામાં આવે અને એના એવા ચૂરેચૂરા થઈ જાય કે એના ઠીકરાથી ચૂલામાંથી અંગારોયન લઈ શકાય કે પાણીના ટાંકામાંથી પાણી પણ કાઢી ન શકાય તેવી અમારી દશા થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કુંભારનું હાલ્લું તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાંગી નાખશે, ને દયા રાખ્યા વગર તેના ચૂરેચૂરા એવી રીતે કરશે કે, એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે, ને ટાકાંમાંથી પાણી કાઢવા માટે ઠીકરું સરખુંયે મળશે નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેમ કોઇ ઘડાને જોરથી ફટકો મારે અને તેના ઝીણા ઝીણા ટુકડા થઇ જાય અને તેમાં એક પણ ટૂકડો એવો ન રહે, જેના વડે ચૂલામાંથી અંગારો અથવા ટાંકામાંથી પાણી લઇ શકાય, એવી તમારી દશા થશે.”