Isaiah 30:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી તમે ચાંદીની મૂર્તિઓ પર મઢેલા પડને તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો. તું તેમને અશુદ્ધ વસ્તુની જેમ ફેંકી દેશે. તું તેને કહેશે, "અહીંથી ચાલી જા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાનો ઢોળ ચડાવેલી મૂર્તિઓને અશુદ્ધ ગણી ગંદા ચીંથરાની જેમ ફેંકી દેશો. તમે બૂમ પાડશો, “મારાથી દૂર થા!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તમે તમારી રૂપાની મૂર્તિઓ પર મઢેલા પડને, તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો. તું તેમને અશુદ્ધ વસ્તુની જેમ ફેંકી દેશે; તું તેને કહેશે, “અહીંથી ચાલી જા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાથી રસેલી મૂર્તિઓને અપવિત્ર માનીને ઉકરડાની જેમ ફેંકી દેશો અને કહેશો, અહીંથી દૂર થા.