Isaiah 30:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે સર્વ ઊંચા પર્વત પર અને સર્વ ઊંચા ડુંગર પર પાણીનાં નાળાં અને ઝરણાં વહેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ દિવસે તમારા દુશ્મનોના કિલ્લા તોડી પડાશે અને તેમની ક્તલ થશે. તે દિવસે પ્રત્યેક ઊંચા પર્વત પરથી અને પ્રત્યેક ડુંગર પરથી પાણીનાં ઝરણાં વહેવા માંડશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે ત્યારે સર્વ ઊંચા પર્વત પર ને સર્વ ઊંચા ડુંગર પર નાળાં ને પાણીના પ્રવાહો વહેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શત્રુઓની હત્યાને દિવસે, જ્યારે તેમના બુરજો જમીન પર ઢળી પડતા હશે ત્યારે દરેક પર્વત અને દરેક ટેકરી પર પાણીનાં ઝરણાં વહેતાં હશે.