Isaiah 30:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, યહોવાહનું નામ બળતા રોષ તથા ઊડતા ધુમાડા સાથે દૂરથી આવે છે. તેઓના હોઠો કોપથી ભરેલા છે અને તેમની જીભ બળતા અગ્નિ સરખી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જુઓ, પ્રભુ પોતે દૂરથી આવતા દેખાય છે. તેમનો ક્રોધ ભભૂકી રહ્યો છે અને ધૂમાડાના ગોટેગોટા ઊડી રહ્યા છે. તેમના હોઠ રોષે ભરેલા છે અને તેમની જીભ ભરખી જતી અગ્નિની જ્વાળા જેવી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, યહોવા પોતે બળતા રોષ તથા ગોટેગોટા ઊડતા ધુમાડા સાથે દૂરથી આવે છે! તેમના હોઠો કોપથી ભરેલા છે, ને તેમની જીભ બળતા અગ્નિ સરખી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જુઓ, અહીં યહોવા પોતે સાર્મથ્ય અને મહિમા સાથે દૂર દૂરથી આવે છે. તેનો ક્રોધ ભભૂકે છે, અને ધુમાડાના વાદળો પર ઊડે છે. તેના હોઠો કોપથી ભરેલા છે, ને તેની જીભ બળતા અગ્નિ સરખી છે;