Isaiah 33:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા હૃદયમાં વીતી ગયેલા ભય વિષે વિચાર આવશે; ખંડણી લેનાર ક્યાં છે? તોલનાર ક્યાં છે? બુરજોની ગણના કરનાર ક્યાં છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ભૂતકાળના ભયની વાતોના તને વિચાર આવશે: ખંડણીની આકારણી કરનાર મુખ્ય અધિકારી હવે ક્યાં છે? તોલ કરી ખંડણીની વસૂલાત કરનાર ક્યાં છે? બુરજોની ગણતરી કરનાર જાસૂસો ક્યાં છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા હ્રદયમાં વિતી ગયેલા ભય વિષે વિચાર જ આવશે; “ [ખંડણી] ગણી લેનાર ક્યાં છે? તોળનાર ક્યાં છે? બુરજોની ગણના કરનાર ક્યાં છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભૂતકાળના ભયને યાદ કરીને તમે વિચારશો “ક્યાં ગયા એ કર ઉઘરાવનારા પરદેશી? ક્યાં ગયા પેલા વિદેશી જાસૂસો?”