Isaiah 33:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સિયોન જે આપણા પર્વોનું નગર છે તેને જો; તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જેનો તંબુ ઉખેડવામાં આવશે નહિ, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ અને જેની દોરીઓ તૂટશે નહિ, તેવા તંબુ જેવું થયેલું જોશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આપણા ધાર્મિક ઉત્સવોની નગરી સિયોનને નિહાળ! તારી આંખો યરુશાલેમને, સહીસલામત વસવાટના સ્થાનને જોશે. એ તો કદી ન ખસેડાનાર તંબુ જેવું છે કે જેની મેખો કદી ઉખેડાશે નહિ અને જેનાં દોરડાં તોડી નંખાશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સિયોન જે આપણાં પર્વોનું નગર છે તેને જો; તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જે તંબુ ઉખેડવામાં આવશે નહિ, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ, ને જેની સર્વ દોરીઓ તૂટશે નહિ, તેવા [તંબુ] જેવું જોશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આપણા ઉત્સવોની નગરી યરૂશાલેમ તરફ નજર કર! ત્યાં તું સુરક્ષિત નિવાસસ્થાન જોવા પામશે, જે સ્થિર સ્થાવર તંબુ જેવું હશે, જેની ખીંટીઓ કદી ઉખેડવાની નથી, જેની દોરીઓ કદી તૂટવાની નથી.