Isaiah 34:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો તમે કાન ધરો! પૃથ્વી તથા તે પર જે કાંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે સર્વ પ્રજાઓ, પાસે આવીને સાંભળો! હે લોકો, લક્ષ દો! આખી પૃથ્વી અને તેમાંનું સર્વસ્વ, આખી દુનિયા અને તેના રહેવાસીઓ સૌ કોઈ સાંભળો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો, તમે કાન દો! પૃથ્વી તથા તે પર જે કાંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળે!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઓ પૃથ્વી પરની સર્વ પ્રજાના લોકો, અહીં આવો અને સાંભળો; સમગ્ર પૃથ્વી અને તેમાં વસતાં સૌ કોઇ, સાંભળો!