Isaiah 34:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઘુવડો ત્યાં માળો બાંધશે, ઈંડાં મૂકશે અને તે સેવીને બચ્ચાંને પોતાની છાયા નીચે એકત્ર કરશે. હા, ત્યાં સમડીઓ પણ દરેક પોતાના સાથી સહિત એકઠી થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ધુવડો ત્યાં માળા બાંધશે, ઈંડાં સેવશે અને બચ્ચાંને પોતાની પાંખો નીચે સંભાળશે. વળી, સમડીઓ પણ પોતાના સાથીસહિત ત્યાં એકઠી થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઊડણ સાપ ત્યાં દર કરશે, ઈંડાં મૂકશે, ને તે સેવીને બચ્ચાંને પોતાની છાયા નીચે એકત્ર કરશે; ત્યાં સમડીઓ પણ દરેક પોતાના સાથી સહિત એકઠી થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘુવડો ત્યાં માળો બાંધશે. ઇંડા મૂકશે અને સેવીને બચ્ચાં જન્મતા તેમને પોતાની પાંખોમાં ભેગા કરશે. ત્યાં એક પછી એક સમડીઓ ભેગી થશે.