Isaiah 35:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પુષ્કળ ખીલશે, આનંદ કરશે અને હરખાઈને ગાયન કરશે. તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાહનું ગૌરવ અને આપણા ઈશ્વરનો વૈભવ જોશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે આનંદ અને હર્ષના પોકાર કરશે. તેને લબાનોનનું સૌંદર્ય અને ર્કામેલ પર્વત તથા શારોનની ખીણની શોભા અપાશે. સૌ કોઈ પ્રભુનું ગૌરવ અને તેમનો પ્રતાપ જોશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે; તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાનું ગૌરવ, આપણા ઈશ્વરનો વૈભવ જોશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે ખીલશે અને તેને ફૂલો આવશે અને આનંદથી ભરેલી હશે અને ગુંજતી હશે. તેને લબાનોન પર્વતની સુંદર ભવ્યતા અને કામેર્લ પર્વત તથા શારોનની લીલીછમ ધરતીનો વૈભવ પ્રાપ્ત થશે; કારણ કે તેઓ યહોવાનો મહિમા, આપણા દેવની ભવ્યતા જોશે.