Isaiah 35:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાં રાજમાર્ગ થશે અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેના પર કોઈ અશુદ્ધ ચાલશે નહિ પણ જે પવિત્રતામાં ચાલે છે તેને માટે તે થશે, એ માર્ગમાં મૂર્ખ પણ ભૂલો પડશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં રાજમાર્ગ થશે, અને તે “પવિત્રતાનો રાજમાર્ગ” કહેવાશે. એ માર્ગે વિધિગત રીતે અશુદ્ધ એવો કોઈ માણસ જશે નહિ. એ માર્ગ તેના લોકોને માટે થશે અને તેમાં ભોળા પણ ભૂલા પડશે નહિ. ત્યાં કોઈ સિંહ નહિ હોય કે કોઈ હિંસક પ્રાણી પણ નહિ ફરકે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાં રાજમાર્ગ થશે, અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેમાં થઈને [કોઈ પણ] અશુદ્ધ જશે નહિ. તે માર્ગ પ્રભુના લોકોને માટે થશે; અને મૂર્ખો પણ [તેમાં] ભૂલા પડશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમાં થઇને એક રાજમાર્ગ જતો હશે અને તે, “પવિત્રતાનો માર્ગ” કહેવાશે. એના પર કોઇ અપવિત્ર માણસ ચાલશે નહિ. કોઇપણ યાત્રી, એક મૂર્ખ પણ ત્યાં તે રસ્તા પર ભૂલો પડી જશે નહિ.