Isaiah 36:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હિઝકિયાની વાત સાંભળશો નહિ, કેમ કે આશૂરનો રાજા એમ કહે છે: 'મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો. પછી તમારામાંના દરેક પોતાના દ્રાક્ષાવેલામાંથી અને પોતાની અંજીરીના ફળ ખાશો અને પોતાની ટાંકીનું પાણી પીશો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તમે હિઝકિયાનું સાંભળશો નહિ. આશ્શૂરના રાજાનો આવો આદેશ છે: ‘મારી સાથે સંધિ કરો અને શહેર બહાર આવી મારે શરણે થાઓ. તેથી તમે તમારા દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને અંજીરીનાં અંજીર ખાઈ શકશો અને તમારાં ટાંકાનું પાણી પી શકશો.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારે હિઝકિયાનું કહેવું સાંભળવું નહિ; કેમ કે આશૂરનો રાજા કહે છે, ‘મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
‘એની વાત સાંભળશો નહિ, હું આશ્શૂરનો રાજા તો એમ કહું છું કે, “મારી સાથે સંધિ કરો, મારે તાબે થાઓ; તો તમારામાંના એકેએક જણ પોતાની દ્રાક્ષનીવાડીનાં અને અંજીરીના ફળ ખાવા પામશે અને પોતાની ટાંકીનું પાણી પીવા પામશે;