Isaiah 36:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો, તું આ ભાંગેલા બરુના દાંડા પર, એટલે મિસર પર, ભરોસો રાખે છે કે, જેના ઉપર જો કોઈ ટેકે તો તે તેની હથેળીમાં પેસીને તેને વીંધી નાખશે! મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનાર સર્વ પ્રત્યે તેવો જ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું તો ઇજિપ્ત પર આધાર રાખે છે. પણ તે તો માણસની હથેલીમાં આરપાર ધૂસી જાય તેવી ભાંગેલી બરુની લાકડી જેવું છે. કોઈ તેના પર ટેકે તો તેને જખમ થયા વિના રહે નહિ. ઇજિપ્તનો રાજા ફેરો તેના પર આધાર રાખનાર સૌને માટે એવો જ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો, તું આ ભાંગેલા બરુના દાંડા પર, એટલે મિસર પર, ભરોસો રાખે છે કે, જેના ઉપર જો કોઈ ટેકે તો તે તેની હથેલીમાં પેસીને તેને વીંધી નાખશે! મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનાર સર્વ પ્રત્યે તેવો જ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિસર ઉપર? મિસર તો ભાંગેલું બરું છે; જે કોઇ એનો આધાર લે છે તેના હાથ ચિરાઇ જાય છે મિસરનો રાજા તો એવો છે જે કોઇ તેના પર વિશ્વાસ રાખે છે તેના એવા હાલ થાય છે.