Isaiah 36:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ કદાચ તું મને કહેશે, "અમારા ઈશ્વર યહોવાહ પર અમે ભરોસો રાખીએ છીએ," તો શું તે એ જ ઈશ્વર નથી કે જેમનાં ઉચ્ચસ્થાનો તથા વેદીઓને હિઝકિયાએ નષ્ટ કર્યાં છે અને યહૂદિયા અને યરુશાલેમને કહ્યું છે, "તમારે, યરુશાલેમમાં આ વેદી આગળ જ પ્રણામ કરવા?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“કદાચ તું કહેશે, ‘અમે અમારા ઈશ્વર પ્રભુ પર આધાર રાખીએ છીએ.’ પણ એ પ્રભુની ભક્તિનાં સર્વ ઉચ્ચસ્થાનો અને વેદીઓ તોડી પાડીને યહૂદિયા અને યરુશાલેમના લોકોને એક જ જગ્યાએ ભજન કરવાનું કહેનાર હિઝકિયા જ છે ને?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કદાચ તું મેન કહેશે, ‘અમારા ઈશ્વર યહોવા પર અમે ભરોસો રાખીએ છીએ, ’ તો શું તે એ જ [દેવ] નથી કે જેનાં ઉચ્ચસ્થાનો તથા જેની વેદીઓ હિઝકિયાએ કાઢી નાખ્યાં છે, ને યહૂદિયાને તથા યરુશાલેમને કહ્યું છે, ‘તમારે આ વેદી આગળ જ પ્રણામ કરવા?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘તમે કદાચ એમ કહેશો કે, “અમે તો અમારા દેવ યહોવા પર આધાર રાખીએ છીએ.” પણ તમારા એ જ દેવનાં ઉચ્ચસ્થાનોને અને વેદીઓને હિઝિક્યાએ જ હઠાવી દીધાં છે અને યહૂદા અને યરૂશાલેમના લોકોને એમ જણાવ્યું કે, “તમારે એક જ વેદી આગળ ઉપાસના કરવાની છે.”