Isaiah 37:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા માટે આ ચિહ્ન થશે: આ વર્ષે તમે પોતાની જાતે નીપજેલું ધાન્ય ખાશો અને બીજા વર્ષે એના પાકમાંથી નીપજેલું ધાન્ય ખાશો. પરંતુ ત્રીજા વર્ષે તમે વાવશો અને લણશો તથા દ્રાક્ષાવાડીઓ રોપશો અને તેના ફળ ખાશો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યશાયાએ હિઝકિયા રાજાને કહ્યું, “એની આ નિશાની છે: આ વર્ષે અને આવતે વર્ષે તમે પોતાની મેળે ઊગી નીકળેલું અનાજ ખાશો, પણ તે પછીના વર્ષે તમે વાવણી કરશો અને લણણી કરશો તેમ જ દ્રાક્ષવેલાઓ રોપીને તેની દ્રાક્ષો ખાશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારે માટે આ ચિહ્ન થશે:આ વર્ષે પોતાની મેળે નીપજેલું [ધાન્ય] તમે ખાશો, અને બીજા વર્ષે એના પીલામાંથી નીપજેલું [ધાન્ય] તમે ખાશો; અને ત્રીજા વર્ષે તમે વાવશો ને લણશો, ને દ્રાક્ષાવાડીઓ રોપશો ને તેઓની ઊપજ ખાશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યશાયાએ હિઝિક્યાને કહ્યું, “તારા માટે આ એધાણી છે: આ વર્ષે તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, પછીના વર્ષે પહેલા વર્ષના પાકમાંથી ઉગાડેલા અનાજ ખાશો. પણ ત્રીજા વર્ષે તમે વાવશો અને લણશો, દ્રાક્ષનીવાડીઓ કરશો અને તેના ફળ ખાશો.