Isaiah 39:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હિઝકિયા તેને લીધે ખુશ થયો, તેણે સંદેશવાહકોને પોતાનો ભંડાર, એટલે સોનુંરૂપું, સુગંધીદ્રવ્ય અને મૂલ્યવાન તેલ, તમામ શસ્ત્રાગાર તથા તેના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેઓને બતાવ્યું. તેના મહેલમાં કે આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે હિઝકિયાએ તેઓને બતાવ્યું ના હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હિઝકિયાએ સંદેશકોનો આનંદથી આવકાર કર્યો અને તેમને પોતાનો ખજાનો એટલે સોનું, રૂપું, સુગંધીદ્રવ્યો, અત્તરો, લશ્કરી શસ્ત્રસરંજામ અને પોતાના ભંડારોમાં જે જે હતું તે બધું તેણે તેમને બતાવ્યું. તેના મહેલમાં કે તેના રાજ્યમાં એવું કંઈ નહોતું જે તેણે બતાવ્યું ના હોય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હિઝકિયા તેને લીધે ખુશ થયો, ને તેણે પોતાનો ભંડાર, એટલે સોનું રૂપું, સુગંધીદ્રવ્ય, મૂલ્યવાન તેલ, તમામ શાસ્ત્રગૃહ, તથા પોતાના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેમને બતાવ્યું. તેના મહેલમાં કે તેના આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે તેણે તેમને બતાવ્યું નહિ હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હિઝિક્યા ખૂબ રાજી થયો અને તેમને પોતાનો આખો ભંડાર તેમાંના સોનું ચાંદી, સુગંધી દ્રવ્યો અને મૂલ્યવાન તેલથી ભરેલો ખજાનો બધું જ બતાવ્યું તેના મહેલમાં કે આખા રાજ્યમાં એવું કશું જ બાકી રહ્યું નહોતું જે તેમને ન બતાવ્યું હોય.