Isaiah 40:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભરવાડની જેમ તે પોતાના ટોળાનું પાલન કરશે, તે પોતાના હાથમાં હલવાનોને એકઠા કરશે અને પોતાની ગોદમાં ઊંચકી લેશે અને સ્તનપાન કરાવનારી સ્ત્રીઓને તે સંભાળીને ચલાવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે ઘેટાંપાળકની જેમ પોતાનાં ટોળાંની સંભાળ લે છે, તે હલવાનોને પોતાની બાથમાં લઈ લે છે અને તેમને છાતીસરસાં ચાંપે છે. વિયાયેલી ઘેટીઓને તે ધીરે ધીરે દોરી જાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ભરવાડની જેમ તે પોતાના ટોળાનું પાલન કરશે, ને તે બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે, તે ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે ગોવાળની જેમ પોતાના ટોળાંનું પાલન કરે છે; તે પોતાના હાથમાં હલવાનોને ઊંચકી લેશે અને વિયાએલી ઘેટીઓને હળવે હળવે દોરી જશે.