Isaiah 40:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે માણસ દરિદ્રી થઈ જવાથી અર્પણ કરવાને અસમર્થ થઈ ગયો હોય, તે સડી નહિ જાય એવું લાકડું પસંદ કરે છે, તે કુશળ કારીગરને શોધે છે કે જે હાલે નહિ કે પડી ન જાય એવી મૂર્તિ સ્થાપન કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મૂર્તિ બનાવવા સોનુંરૂપું અર્પણ કરી ન શકે તેવા ગરીબ લોકો છેવટે સડી ન જાય એવું લાકડું પસંદ કરે છે અને તેમાંથી સડી ન જાય એવી મૂર્તિ બનાવવા કુશળ કારીગરને શોધે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે માણસ દરિદ્રી થઈ જવાથી અર્પણ કરવાને અસમર્થ થઈ ગયો હોય, તે સડી નહિ જાય એવું ઝાડ પસંદ કરે છે; અને હાલે નહિ એવી મૂર્તિને સ્થાપન કરવા માટે તે ચતુર કારીગરને શોધે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નિર્ધન માણસ તેના અર્પણ તરીકે લાકડું પસંદ કરે છે તે સડતું નથી, પછી તે કુશળ કારીગર પાસે એવી મૂર્તિ બનાવડાવે છે જે પોતાની જગાએથી પડે નહિ કે હાલી પણ શકે નહીં.