Isaiah 40:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"પોકાર" એવું એક વાણી કહે છે, મેં પૂછ્યું, "શાને માટે પોકારું?" સર્વ મનુષ્ય ઘાસ જ છે અને તેઓના કરારનું વિશ્વાસુપણું એ ખેતરના ફૂલ જેવું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વાણી પોકારે છે, “પોકાર પાડ!” મેં પૂછયું, “શાનો પોકાર પાડું?” “એ જ કે સર્વ માણસો ઘાસ જ છે; તેમના રૂપરંગ વગડામાંના ફૂલ જેવાં ક્ષણિક છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“પોકાર, ” એવું કોઈ કહે છે. મેં પૂછયું, “શું પોકારું?” જવાબ મળ્યો, “સર્વ મનુષ્ય ઘાસ જ છે, ને તેમનુમ સર્વ સૌંદર્ય ખેતરના ફૂલ જેવું છે:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક અવાજ કહે છે, “સાદ પાડ.” હું પૂછું છું, “શો સાદ પાડું?” જવાબ મળે છે, “સર્વ મનુષ્ય ઘાસ જ છે, ને તેમનું સર્વ સૌઁદર્ય ખેતરના ફૂલ જેવું છે: