Isaiah 41:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓને પોતાની દલીલો રજૂ કરવા દો; તેઓને આગળ આવીને આપણને એ જણાવવા દો કે શું થવાનું છે, જેથી આ બાબતો વિષે અમે જાણીએ. તેઓને આગાઉની વાણી શી હતી તે અમને જણાવવા દો, જેથી અમે તેના વિષે વિચાર કરીએ અને જાણીએ કે તે કેવી રીતે પૂર્ણ થયું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અહીં આવો અને ભવિષ્યમાં શું બનવાનું છે તે કહો. પ્રથમ ભૂતકાળમાં બનેલા બનાવોની વિગત જણાવો, જેથી અમે તે પર વિચાર કરીએ અને તેમનું આખરી પરિણામ શું આવ્યું તે જાણીએ; ત્યારબાદ હવે પછી શું બનવાનું છે તે કહો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમને તેઓ રજૂ કરે, એટલે પછી શું થનાર છે તે અમે જાણીએ; પ્રથમ જે જે બિનાઓ બની તે કહો, એટલે અમે તેના વિષે વિચાર કરીએ; અથવા તો જે જે થનાર છે તે તેઓ જણાવે, જેથી છેવટે પરિણામ શું આવશે તે અમે જાણીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારી મૂર્તિઓ બહાર લઇ આવો અને તેમને કહેવા દો કે ભવિષ્યમાં શું બનવાનું છે, ભૂતકાળના બનાવોનો અર્થ સમજાવો, જેથી અમે તેનો વિચાર કરી શકીએ.