Isaiah 41:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કોણે અગાઉથી જાહેર કર્યું છે કે, અમે તે જાણીએ? અને સમય અગાઉ, "તે સત્ય છે" એમ અમે કહીએ? ખરેખર તેમાંના કોઈએ તેને આદેશ આપ્યો નથી, હા, તમારું કહેવું કોઈએ સાંભળ્યું નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારામાંથી કોણે અમને અગાઉથી આની જાણ કરી છે કે તે સાચો છે તેની અમને ખબર પડે? કોઈએ કંઈ કહ્યું નથી. કોઈએ કશી આગાહી કરી નથી. કોઈ એક શબ્દ પણ બોલ્યું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમે જાણીએ એમ પહેલાંથી કોણે ખબર આપી છે? અમે કહીએ કે તે સત્ય છે એમ કોણે જાહેર કર્યું? ખબર આપનાર કોઈ નથી, સંભળાવનાર કોઈ નથી, તમારાં વચનો સાંભળનાર કોઈ નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મારા સિવાય તમને કોણે કહ્યું હતું કે આ પ્રમાણે થશે? બીજા કોણે અગાઉથી કહ્યું હતું કે આમ થવાનું છે જેથી આપણે એમ કહી શકીએ કે તેઓ સાચા હતાં? કોઇએ તેમ કહ્યું નહોતું! તેઓએ તો આના વિષે સાંભળ્યું પણ નહોતું!