Isaiah 41:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તને પૃથ્વીના છેડેથી પાછો લાવ્યો છું અને મેં તને દૂરની જગ્યાએથી બોલાવ્યો છે, અને જેને મેં કહ્યું હતું, 'તું મારો સેવક છે,' મેં તને પસંદ કર્યો છે અને તારો ત્યાગ કર્યો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તને પૃથ્વીના છેડેછેડેથી લઈ આવ્યો છું. મેં તને દૂરદૂરના ખૂણેખૂણેથી બોલાવ્યો છે. મેં તને કહ્યું કે તું મારો સેવક છે. મેં તને પસંદ કર્યો છે અને તારો નકાર કર્યો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે, ને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો છે, અને તને કહેલું છે કે, તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે, ને તારો ત્યાગ કર્યો નથી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તને ધરતીને છેડેથી ઉપાડી લીધો છે, અને દૂર દૂરના ખૂણેથી તને બોલાવ્યો છે. મેં તને મારો સેવક કહ્યો છે, ‘મેં તને પસંદ કર્યો છે,’ તારો ત્યાગ કર્યો નથી.