Isaiah 42:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું ઘણીવાર સુધી છાનો રહ્યો છું; શાંત રહીને મેં પોતાને કબજે રાખ્યો છે; લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું, હવે હું જન્મ આપનાર સ્રીની જેમ પોકારીશ; હું હાંફીશ તથા ઝંખના કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વર કહે છે, “હું લાંબો સમય શાંત રહ્યો છું, મેં મૌન જાળવ્યું છે અને પોતાને કાબૂમાં રાખ્યો છે; પણ હવે કષ્ટાતી પ્રસૂતાની જેમ ચડી ગયેલે શ્વાસે હાંફતાં હાંફતાં બૂમ પાડીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું ઘણીવાર સુધી છાનો રહ્યો છું; અને શાંત થઈને મેં પોતાને કબજે રાખ્યો છે; પણ હવે હું જન્મ આપનારીની જેમ પોકારીશ; મને હાંફણ તથા અમૂઝણ સાથે થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે, “લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું, મેં મૌન જાળવ્યું છે અને હું ગમ ખાઇ ગયો છું, હવે હું પ્રસવ વેદનાથી પીડાતી સ્રીની જેમ બૂમો પાડી ઊઠીશ; હું ઊંડા શ્વાસ લઇશ.