Isaiah 42:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ આ લોક ખુવાર થયેલા તથા લૂંટાયેલા છે; તેઓ સર્વ ખાડાઓમાં ફસાયેલા, કારાગૃહોમાં પુરાયેલા છે; તેઓ લૂંટ સમાન થઈ ગયા છે, તેમને છોડાવનાર કોઈ નથી અને "તેઓને પાછા લાવો" એવું કહેનાર કોઈ નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેમના લોક તો ખુવાર થયા છે અને લૂંટાયા છે. તેઓ ખાડામાં ફસાયા છે અને કેદખાનામાં પૂરાયા છે. તેઓ શિકાર થઈ પડયા છે અને તેમની વહારે આવનાર કોઈ નથી. તેઓ લૂંટરૂપ થઈ પડયા છે, અને ‘તેમને છોડી દો’ એવું કહેનાર કોઈ નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ આ લોક ખુવાર થયેલા તથા લૂંટાયેલા છે; તેઓ તમામ ખાડાઓમાં ફસાયેલા, ને કારાગૃહોમાં પુરાયેલા છે; તેઓ શિકાર થઈ પડયા છે, તેમને છોડાવનાર કોઈ નથી; તેઓ લૂંટ સમાન થઈ ગયા છે, ને ‘પાછા આપ, ’ એવું કહેનાર કોઈ નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમ છતાં એ પ્રજા એવી નીકળી કે લૂંટાઇ ગઇ, એનું બધું હરાઇ ગયું; એ બધા ફસાઇ ગયા છે અને કારાગારમાં પૂરાયા છે, તેમને છોડાવનાર કોઇ નથી, તેઓ લૂંટાઇ ગયા છે “છતાં પાછું આપો” કહેનાર પણ કોઇ નથી.