Isaiah 42:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"મેં યહોવાહે, તેને ન્યાયીપણામાં બોલાવ્યો છે અને તેનો હાથ હું પકડી રાખીશ, હું તારું રક્ષણ કરીશ, વળી તને લોકોનાં હકમાં કરારરૂપ અને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“મેં પ્રભુએ તને પૃથ્વી પર ન્યાયની પ્રતિષ્ઠા અર્થે બોલાવ્યો છે. હું તારો હાથ પકડી રાખીશ અને તને સંભાળીશ. તું બધા લોકોની સાથેના મારા કરારરૂપ બનીશ અને વિદેશીઓમાં તું પ્રકાશરૂપ બની રહીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“મેં યહોવાએ તેને દઢ હેતુથી બોલાવ્યો છે, તારો હાથ હું પકડી રાખીશ, તારું રક્ષણ કરીશ, વળી તને લોકના હકમાં કરારરૂપ, ને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું યહોવા છું, તારો હાથ હું પકડી રાખીશ, હું તારું રક્ષણ કરીશ અને મદદ કરીશ, કારણ કે મારા લોકોની સાથે કરેલા મારા કરારને અંગત સમર્થન આપવા મેં તને તેઓ પાસે મોકલ્યો છે. લોકોને મારી તરફ દોરી લાવનાર પ્રકાશ પણ તું જ થશે.