Isaiah 43:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે રથ અને ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે તે હું છું. તેઓ બધા સાથે પડી જશે; તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાઈ ગયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોણે રથો, ઘોડા અને ચુનંદા સૈનિકો સહિતના સૈન્યનો નાશ કર્યો? ફરી પાછા ઊઠે નહિ એ રીતે તેઓ ઢળી પડયા. તેઓ દીવાની જ્યોતની જેમ બૂઝાઈ ગયા.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે રથ તથા ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે [તે હું છું]; તેઓ ભેગા સૂઈ જાય છે, તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તે રથને અને ઘોડાને, અને સમગ્ર યોદ્ધાઓના સૈન્યને બહાર દોરી ગયો. બધાજ ઢળી પડ્યા, પાછા બેઠા થવા પામ્યા નહિ, તેઓ સૌ ઓલવાઇ ગયા, તેઓ વાટની જેમ ઓલવાઇ ગયા.