Isaiah 43:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેં મારા માટે નાણાં ખર્ચ્યા નથી, અગર વેચાતું લીધું નથી, કે તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી; પરંતુ તેં મારા પર તારા પાપનો બોજો મૂક્યો છે અને તારા અન્યાયે મને કાયર કર્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેં પૈસા ખર્ચીને મારે માટે ધૂપ વેચાતું લીધું નથી અને તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી. એને બદલે, તેં તો તારા પાપનો બોજ મારા પર મૂક્યો છે અને તારા અન્યાયોથી મને ત્રાસ પમાડયો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેં મારે માટે નાણાં ખરચીને અગર વેચાતું લીધું નથી, ને તારા યજ્ઞોના મેદથી મને તૃપ્ત કર્યો નથી; ખરું જોતાં તેં મારા પર તારાં પાપનો બોજો મૂક્યો છે, અને તારા અન્યાયે મને કાયર કર્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે કઇં મારે માટે ધૂપસળી પાછળ પૈસા ર્ખચ્યા નથી કે મને બલિદાનોની ચરબીથી તૃપ્ત કર્યો, તમે તો કેવળ પાપ અર્પણ કર્યા છે, અને તમારા એ અન્યાયોથી હું થાકી ગયો છું.