Isaiah 43:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે થયું તે મને યાદ કરાવ. આપણે પરસ્પર વિવાદ કરીએ; તું તારી હકીકત રજૂ કર જેથી તું ન્યાયી ઠરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો હવે મને મારી વિરુદ્ધના તમારા આક્ષેપોની યાદ તાજી કરાવો કે જેથી આપણે સામસામી દલીલ કરીએ. તમારો દાવો રજૂ કરો અને પોતાને નિર્દોષ પુરવાર કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મને યાદ દેવડાવ; આપણે પરસ્પર વિવાદ કરીએ. તું [તારી હકીકત] કહે, જેથી તું ન્યાયી ઠરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઓ ઇસ્રાએલીઓ, આપણે સાથે ન્યાયાલયમાં જઇએ, મારા પરનો તમારો આરોપ રજૂ કરો, તમારી દલીલો રજૂ કરીને તમારી નિર્દોષતા સાબિત કરો.