Isaiah 43:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સર્વ પ્રજાઓ એકઠી થાઓ અને લોકો ભેગા થાઓ. તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે? તેઓ પોતાને સાચા ઠરાવવા પોતાના સાક્ષીઓ હાજર કરે અને તેઓ સાંભળીને કહે, 'એ ખરું છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બધી પ્રજાઓ એકઠી થાય અને લોકો ભેગા મળે. તેમના કયા દેવે આ વાત અગાઉથી જાહેર કરી હતી? બની ચૂકેલી ઘટનાઓ વિષે કોણે પહેલેથી કહ્યું હતું? એ વિષે પોતે સાચા છે એવું પુરવાર કરવા માટે તેઓ સાક્ષીઓ રજૂ કરે; જેથી બીજાઓ તેમને સાંભળીને તેમનું કહેવું સાચું છે કે કેમ તેનું સમર્થન આપે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સર્વ પ્રજાઓ, તમે એકઠી થાઓ, ને લોકો ભેગા થાઓ; તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે, અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે? તેઓ પોતાના સાક્ષી હાજર કરે કે તેઓ સાચા ઠરે; અને તેઓ સાંભળીને કહે, ‘એ ખરું છે.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બધી પ્રજાઓ ભેગી થઇ જાઓ. તેમના દેવોમાંથી આ બધું પહેલેથી કહ્યું હતું, અથવા જે ઘટનાઓ બની ચૂકી છે તેની આગાહી કરી હતી! તેઓ પોતાનો દાવો પૂરવાર કરવા સાક્ષીઓ રજૂ કરે છે, જેઓ એમની વાત સાંભળીને કહે કે, આ સત્ય છે.”