Isaiah 44:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પોતાને માટે એરેજવૃક્ષ, દેવદાર અને એલોન વૃક્ષ કાપી નાખે છે. વનનાં વૃક્ષોમાંનું એક મજબૂત વૃક્ષ પોતાને માટે પસંદ કરે છે; તે દેવદાર રોપે છે અને વરસાદ તેને મોટું કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને માટે તે ગંધતરુનું લાકડું કાપે છે અથવા વનનાં વૃક્ષોમાંથી રાયણ કે ઓકવૃક્ષનું લાકડું પસંદ કરી લઈ આવે છે. તે ગંધતરુનું વૃક્ષ રોપે છે અને વરસાદથી તે મોટું થાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પોતાને માટે એરેજવૃક્ષ કાપી નાખે છે, તે રાયણ તથા એલોનવૃક્ષ લઈને, વનનાં વૃક્ષોમાંનું એક મજબૂત વૃક્ષ પોતાને માટે પસંદ કરે છે; તે દેવદાર રોપે છે, અને વરસાદ તેને મોટું કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માણસ જઇને એરેજવૃક્ષને કાપે છે, અથવા જંગલમાંથી બીજું કોઇ વૃક્ષ પસંદ કરે છે, અથવા દેવદારનો રોપો રોપે છે જે વરસાદ પડતાં મોટો થાય છે.