Isaiah 44:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનો અર્ધો ભાગ તે અગ્નિમાં બાળી નાખે છે, તેના ઉપર તે માંસ પકવે છે. તે ખાય છે અને તૃપ્ત થાય છે. વળી તે તાપે છે અને કહે છે, 'વાહ! મને હુંફ મળી છે, મેં આગ જોઈ છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ, તે કેટલાક લાકડાંનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. તેનાથી તે પોતાનો ખોરાક રાંધે છે અને માંસ શેકે છે અને ખાઈને તૃપ્ત થાય છે. તે તાપણું કરી તાપે છે અને કહે છે, “કેવી સરસ ગરમી લાગે છે! હવે મને હૂંફ મળી!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનો અર્ધો ભાગ તે અગ્નિમાં બાળી નાખે છે; અને એ અર્ધા ભાગમાંથી તે ખાવા માટે માંસ [પકાવે] છે. માંસ શેકીને તે તૃપ્ત થાય છે. વળી તે તાપે છે, ને કહે છે, ‘વાહ! મને હૂંફ વળી છે, મને તાપણીનું દર્શન થયું છે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અડધાં લાકડાને તે ઇંધણ તરીકે વાપરે છે, તેના પર તે માંસ શેકે છે અને તૃપ્ત થાય ત્યાં સુધી ખાય છે, પોતાની જાતને તપાવે છે અને કહે છે, “વાહ! કેવું સરસ તાપણું છે! હવે હૂંફ વળી.”