Isaiah 44:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી જે ભાગ બાકી રહે છે તેનો તે દેવ બનાવે છે, તેની મૂર્તિ બનાવે છે, તે તેને પગે લાગે છે અને આદર આપે છે. અને તેની પ્રાર્થના કરીને કહે છે, "મને બચાવ, કેમ કે તું મારો દેવ છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બાકીના લાકડામાંથી તે કોઈ દેવની કોરેલી મૂર્તિ બનાવે છે, તેને પગે લાગીને તેની પૂજા કરે છે. તે તેની પ્રાર્થના કરે છે અને કહે છે, “મને બચાવ; કારણ, તું મારો દેવ છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી જે ભાગ બાકી રહે છે તેનો તે દેવ બનાવે છે, એટલે પોતાને માટે કોરેલી મૂર્તિ બનાવે છે; તે તેને દંડવત પ્રણામ કરે છે, ને તેની પ્રાર્થના કરીને કહે છે, ‘મને બચાવ; કેમ કે તું મારો દેવ છે.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાકીના ભાગમાંથી તે કોઇ દેવની મૂર્તિ બનાવે છે, તેને પગે લાગીને તેની પૂજા કરે છે, તે તેની પ્રાર્થના કરે છે અને કહે છે, “મારો ઉદ્ધાર કરો, કારણ તમે મારા દેવ છો!”