Isaiah 44:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ જાણતા નથી કે સમજતા પણ નથી, તેઓની આંખો અંધ છે, જે કંઈ જોઈ શકતી નથી તથા તેઓનાં હૃદય કંઈ જાણી શકતાં નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આવા લોકો કંઈ જાણતા કે સમજતા નથી. તેમની આંખો પર લેપ લગાવ્યો હોઈ તેઓ જોઈ શક્તા નથી. તેમનાં મન એવાં જડ થઈ ગયાં છે કે તેઓ સમજતા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ જાણતા નથી, ને સમજતા પણ નથી; કારણ કે પ્રભુએ તેઓની આંખોને એવો લેપ કર્યો છે કે, તેઓ જોતા નથી; અને તેઓનાં હ્રદયોને એવો લેપ કર્યો છે કે, તેઓ સમજતા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ લોકો કશું જાણતા નથી કે સમજતા નથી. એમની આંખો પર અને ચિત્ત પર અજ્ઞાનના પડ જામ્યા છે એટલે એ લોકો નથી કશું જોઇ શકતા કે, નથી કશું સમજી શકતા.