Isaiah 44:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું, યહોવાહ! પોતાના સેવકની વાતને સ્થિર કરનાર અને મારા સંદેશાવાહકોના સંદેશાને સત્ય ઠરાવનાર છું, જે યરુશાલેમ વિષે કહે છે, 'તેમાં વસ્તી થશે;' અને યહૂદિયાનાં નગરો વિષે કહે છે, "તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ મારા સેવકોનાં ભવિષ્યકથનોને તો હું સાચાં ઠરાવું છું અને મારા સંદેશવાહકોએ ભાખેલી ભાવિ યોજનાઓ પાર પાડું છું. હું યરુશાલેમને કહું છું: ‘તારે ત્યાં ફરીથી લોકો વસશે,’ અને યહૂદિયાનાં નગરોને કહું છું: ‘તમે ફરીથી બંધાશો. તમને તમારાં ખંડિયેરોમાંથી બાંધવામાં આવશે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પોતાના સેનકની વાતને સ્થિર કરનાર છે, ને પોતાના સંદેશીયાના સંદેશાને તે સત્ય ઠરાવે છે; તે યરુશાલેમ વિષે કહે છે કે તેમાં વસતિ થશે; અને યહૂદિયાનાં નગરો વિષે [કહે છે કે,] તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ મારા સેવકોનાં વચનને હું સાચાં ઠરાવું છું. અને મારા સંદેશાવાહકો મારફતે પ્રગટકરેલા ઉદ્દેશો પાર પાડું છું. યરૂશાલેમને હું કહું છું, “તારે ત્યાં ફરી વસ્તી થશે,” યહૂદાના શહેરોને હું કહું છું, “તમે ફરી બંધાશો, તમારાં ખંડેરો હું ફરી ઉભા કરીશ.”