Isaiah 45:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં કોરેશને ન્યાયીપણામાં ઊભો કર્યો છે અને તેના સર્વ માર્ગો હું સીધા કરીશ. તે મારું નગર બાંધશે; અને કોઈ મૂલ્ય કે લાંચ લીધા વિના તે મારા બંદીવાનો ઘરે મોકલશે," સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોરેશને વિજયપ્રાપ્તિને અર્થે ઊભો કરનાર અને તેની આગળ તેના બધા માર્ગો સીધા સરળ કરી દેનાર હું છું. તે મારા શહેર યરુશાલેમને બાંધશે અને કોઈપણ જાતના મૂલ્ય કે બદલા વિના તે મારા બંદીવાન લોકને સ્વતંત્ર કરશે.” આ તો સર્વસમર્થ પ્રભુનાં ઉચ્ચારેલાં વચનો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં તેને ન્યાયી [ઉદેશથી] ઊભો કર્યો છે, તેના સર્વ માર્ગો હું સીધા કરીશ; તે જ મારું નગર બાંધશે, ને કંઈ મૂલ્ય અથવા બદલો [લીધા] વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે.” સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં જ કોરેશને વિજયને માટે ઊભો કર્યો છે, અને હું એની આગળ માર્ગો સીધા અને સપાટ કરીશ. એ મારું નગર પુન:સ્થાપિત કરશે અને બંદીવાન થયેલા મારા લોકોને છોડાવશે. એમ કરવામાં સારો બદલો મેળવવાની તે ઇચ્છા રાખશે નહિ.” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.