Isaiah 45:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ આ પ્રમાણે કહે છે, "મિસરની કમાણી અને કૂશના વેપારીઓ તથા કદાવર સબાઈમ લોકો એ સર્વ તારે શરણે આવશે. તેઓ તારા થશે. તેઓ સાંકળોમાં, તારી પાછળ ચાલશે. તેઓ તને પ્રણામ કરીને તને વિનંતી કરશે કે, 'ખરેખર ઈશ્વર તારી સાથે છે અને તેમના સિવાય બીજો કોઈ નથી.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ ઇઝરાયલને આ પ્રમાણે કહે છે, “ઇજિપ્તની પેદાશ અને કુશનો વ્યાપારી માલ તારાં થશે; સબાઇમના કદાવર લોકો તારા ગુલામ બનશે. તેઓ બેડીએ જકડાઈને તારી પાછળ પાછળ ચાલશે. તેઓ તને પગે પડીને કબૂલ કરશે, ‘ઈશ્વર તારી સાથે છે. માત્ર એ જ ઈશ્વર છે; બીજો કોઈ નથી.’ ” હે ઈશ્વર, ઇઝરાયલના મુક્તિદાતા, તમે સાચે જ ગૂઢ છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા એવું કહે છે, “મિસરની મહેનત [નું ફળ] તથા કૂશનો વેપાર, અને કદાવર સબાઈમ લોકો એ બધાં તારે શરણે આવશે ને તારાં થશે. તેઓ તારી આગળ ચાલશે; તેઓ બેડીઓ પહેરીને ચાલતા આવશે. અને તેઓ તારી આગળ પ્રણામ કરશે, તેઓ તને વિનંતી કરશે કે, માત્ર તારામાં ઈશ્વર છે; અને બીજો કોઈ નથી, [બીજો] ઈશ્વર નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા ઇસ્રાએલને આ પ્રમાણે કહે છે: “મિસરની સંપતિ અને કૂશના વેપારીઓ તેમજ સબાના કદાવર માણસો તારે શરણે આવશે અને તારા દાસ બનશે. તેઓ આવીને સાંકળે જકડાઇને તારી પાછળ પાછળ ચાલશે. તેઓ તને પ્રણામ કરીને તારી આગળ અરજ કરશે. અને કહેશે, ‘દેવ તારી સાથે જ છે, એના સિવાય બીજો કોઇ દેવ નથી.’”