Isaiah 45:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વિદેશમાંના શરણાર્થીઓ તમે એકત્ર થાઓ, સર્વ એકઠા થઈને પાસે આવો. જેઓ કોરેલી મૂર્તિઓને ઉપાડે છે અને જે બચાવી નથી શકતા તેવા દેવને પ્રાર્થના કરે છે તેઓને ડહાપણ નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે, “હે અન્ય દેશોમાંથી બચી જવા પામેલા લોકો, તમે સૌ સાથે મળીને મારી પાસે એકત્ર થાઓ.ચુકાદા માટે તૈયાર થાઓ. પોતાની લાકડાની મૂર્તિઓને ઊંચકીને ફરનારા અને બચાવી ન શકે એવા દેવોને પ્રાર્થના કરનારા લોકોમાં કંઈ સમજ નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વિદેશીઓમાં બચેલા, તમે એકત્ર થઈને આવો; બધા પાસે આવો; પોતાની કોરેલી મૂર્તિનું લાકડું ઉપાડનારા, ને જે તારી ન શકે એવા દેવની પ્રાર્થના કરનારને કંઈ સમજ નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે, “યુદ્ધમાંથી બચી ગયેલી તમે દેશવિદેશની સર્વ પ્રજાઓ એકઠી થઇને આવો. જેઓ લાકડાની મૂર્તિઓને ઉપાડીને ફેરવે છે, તારી શકે એમ નથી એવા દેવની જેઓ પૂજા કરે છે તેઓ મૂરખ છે.