Isaiah 46:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા વૃધ્ધાવસ્થા સુધી હું તે જ છું અને તમારા વાળ સફેદ થતાં સુધી હું તમને ઊંચકી લઈશ. મેં તમને બનાવ્યા છે અને હું તમને સહાય કરીશ, હું તમને સુરક્ષિત સ્થાને ઊંચકી જઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારી વૃદ્ધાવસ્થા સુધી હું તમારા પ્રત્યે એવો જ ઈશ્વર રહીશ, તમને પળિયાં આવે ત્યારે ય હું તમને ધરી રાખીશ. હું જ તમારો ઉત્પન્‍નર્ક્તા છું. હું જ તમને ધરી રાખું છું; હું જ તમને ઊંચકી લઉં છું અને હું જ છોડાવું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારા ઘડપણ સુધી હું તે જ છું, પળિયાં આવતાં સુધી હું [તમને] ઉપાડી લઈશ; મેં ઉત્પન્ન કર્યું છે ને હું [તમને] ઊંચકી રાખીશ; હા, હું [તમને] ઉપાડી લઈશ, ને [તમને] બચાવીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે વૃદ્ધ થશો ત્યારે પણ હું એ જ રહેવાનો છું. તમારા વાળ ધોળા થતા સુધી હું તમને ઉપાડીશ. મેં તમને ઉત્પન્ન કર્યા છે અને હું તમારી સંભાળ રાખીશ. હું તમને ઊંચકી રાખીશ અને હું તમારો ઉદ્ધારક થઇશ.