Isaiah 47:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું કે, "મને કોઈ જોનાર નથી;" તારી બુદ્ધિ અને તારું ડહાપણ તમને ગેરમાર્ગે દોરી જાય છે, પરંતુ તું તારા હૃદયમાં કહે છે, "હજી હું અસ્તિત્વ ધરાવું છું અને મારા જેવું બીજું કોઈ નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેં તારી દુષ્ટતા પર આધાર રાખ્યો છે. તેં એમ માની લીધું કે મને કોઈ જોતું નથી. તારા જ્ઞાને તથા તારી વિદ્યાએ તને ભમાવી દીધી છે અને તેં તારા મનમાં માન્યું છે કે હું જ છું અને મારા જેવું બીજું કોઈ નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું છે, ‘મને કોઈ જોતો નથી.’ તારા જ્ઞાને તથા તારી વિદ્યાએ તને કુમતિ આપી છે; તારા મનમાં તેં માન્યું છે, ‘હું જ છું, ને મારા સિવાય બિજું કોઈ નથી.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારી દુષ્ટતામાં સુરક્ષિત રહીને તેં માન્યું હતું, ‘કોઇ જોનાર નથી.’ તારી હોશિયારી અને તારી લુચ્ચાઇ તને ગેરરસ્તે દોરી ગઇ અને તેં માન્યું કે, ‘હું જ માત્ર છું અને મારા સિવાય બીજું કોઇ નથી.’