Isaiah 47:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તે માણસોને ઊભા થવા દો અને તને બચાવવા દો - જેઓ નક્ષત્રો અને તારાઓ પર નજર રાખે છે, જેઓ નવો ચંદ્ર સૂચવે છે - તારા પર જે આવનાર છે તેમાંથી તારો બચાવ થાય એવું તું માનતી હશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તને ઘણીબધી સલાહ મળવા છતાં તું લાચાર છે. તો હવે તારાઓના અભ્યાસીઓ, આકાશોનું વિશ્લેષણ કરનારા અને પ્રતિમાસની આગાહીઓ કરનારા તારા એ જ્યોતિષીને બોલાવ કે તારા પર ઝળુંબી રહેલી આફતમાંથી તને ઉગારે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તારા પર જે આવનાર છે તેથી નક્ષત્રો ઠરાવનાર, જ્યોતિષીઓ, અમાવાસ્યાસૂચકો ઊભા થઈને તારો બચાવ ભલે કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તને જાતજાતની સલાહો મળશે છતાં તારું કશું ચાલે તેમ નથી. તારા ભવિષ્યવેત્તાઓ અને જ્યોતિષીઓ, જેઓ તારા ભવિષ્યની આગાહી કરે છે, ભલે તને મદદ કરે.