Isaiah 47:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, તેઓ ખૂપરા જેવા થશે, અગ્નિ તેઓને બાળી નાખશે; તેઓ અગ્નિની જ્વાળાઓથી પોતાને બચાવી શકશે નહિ; ત્યાં તેઓને તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અરે, તેઓ તો તણખલા જેવા છે અને આગમાં બળીને ખાક થઈ જશે. તેઓ એ આગની જ્વાળાઓમાંથી પોતાને બચાવી શકશે નહિ; કારણ, એ કંઈ પાસે બેસીને તાપવાનું તાપણું કે સગડી નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, તેઓ ખૂંપરા જેવા થશે. અગ્નિ તેઓને બાળી નાખશે; તેઓ અગ્નિની જ્વાળાના જોરથી પોતાને બચાવી શકશે નહિ; તે તાપવા લાયક અંગારો, પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જુઓ, તેઓ અગ્નિમાં બાળી નાખવામાં આવતા સૂકા ઘાસ જેવા નકામા છે. તેઓ પોતાનો પણ બચાવ કરી શકે તેમ નથી! તેઓ તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક સગડી નહિ થશે. તેઓ તરફથી તને સહેજ પણ સહાય મળશે નહિ.