Isaiah 48:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે સર્વ એકત્ર થાઓ અને સાંભળો; તમારામાંથી કોણે આ બાબતો જાહેર કરી છે? યહોવાહના સાથીઓ બાબિલ વિરુદ્ધ તેનો હેતુ પૂરો કરશે. તે ખાલદીઓ વિરુદ્ધ યહોવાહની ઇચ્છા પૂર્ણ કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમે સૌ એકત્ર થાઓ અને સાંભળો! મારો પ્રિય માણસ બેબિલોન પર આક્રમણ કરી મારો હેતુ સિદ્ધ કરશે અને તેને હાથે ખાલદીઓ ખુવાર થઈ જશે તે વિષે કોઈ દેવે અગાઉથી જણાવ્યું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે સર્વ એકઠા થાઓ, ને સાંભળો; તેઓમાંના કોણે એ બિનાઓ જાહેર કરી છે? જેના પર યહોવા પ્રેમ રાખે છે, તે બાબિલ પર તેનો ઈરાદો પૂરો કરશે, ને તેના હાથ ખાલદીઓ પર પડશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમે બધા એકઠા થાઓ અને સાંભળો, તમારી સર્વ મૂર્તિઓમાંથી કોણે તમને આ પ્રમાણે કહ્યું, યહોવા કોરેશ ઉપર પ્રેમ કરે છે. બાબિલનાં સામ્રાજ્યનો અંત લાવવા યહોવા તેનો ઉપયોગ કરશે. તે ખાલદીઓના સૈન્યનો વિનાશ કરશે.