Isaiah 48:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાબિલમાંથી બહાર નીકળો, ખાલદીઓની પાસેથી નાસી જાઓ! હર્ષનાદના અવાજથી આ જાહેર કરો! આ વાત પ્રગટ કરો, પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો અને કહો, "યહોવાહે પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેબિલોનમાંથી નીકળી જાઓ, ખાલદીઓથી નાસી છૂટો. હર્ષનાદ સહિત જાહેર કરો અને પૃથ્વીના છેડે છેડે આ સંદેશો પહોંચાડો કે, “પ્રભુએ પોતાના સેવક યાકોબનો ઉદ્ધાર કર્યો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાબિલમાંથી નીકળો, ખલદીઓની પાસેથી નાસી જાઓ. હર્ષનાદથી આ જાહેર કરીને સંભળાવો; પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો; કહો કે, યહોવાએ પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
છતાં હજી બાબિલમાંથી બહાર ચાલ્યા જાઓ. ખાલદીઓ પાસેથી ભાગી જાઓ, અને ત્યાંથી પાછા ફરતાં હર્ષનાદ સાથે પોકાર કરો, ધોષણા કરો, અને પૃથ્વીના છેડા સુધી એના સમાચાર મોકલો કે, “યહોવાએ પોતાના સેવક યાકૂબના વંશજોનો ઉદ્ધાર કર્યો છે.”