Isaiah 48:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં અગાઉની બિનાઓને પ્રગટ કરી હતી; તે મારા મુખેથી નીકળી હતી અને મેં તેઓને જાહેર કરી હતી; પછી મેં અચાનક તે પૂરી કરી અને તેઓ તેમાંથી પસાર થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ ઇઝરાયલને કહે છે, “જે ઘટનાઓ બની ચૂકી છે તેને વિષે તો મેં અગાઉથી ભવિષ્ય ભાખ્યું હતું; મેં મારે મુખે તેમની જાહેરાત કરી તેમને જણાવી હતી. પછી મેં એ ઘટનાઓ અચાનક બનવા પણ દીધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આગલી બિનાઓને મેં અગાઉથી પ્રગટ કરી; હા મારા મુખમાંથી તે નીકળી, મેં તે [તને] કહી સંભળાવી; મેં તેમને એકદમ પૂરી કરી, ને તે બની આવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે, “ભૂતકાળના બનાવોની મેં અગાઉથી આગાહી કરી હતી, મારે પોતાને મોઢે મેં એ જાહેર કર્યુ હતું, અને પછી એકાએક મેં અમલ કર્યો અને એ સાચું પડ્યું.