Isaiah 48:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી મેં તમને પુરાતન કાળથી જાહેર કર્યું હતું; તે થયા પહેલાં મેં અગાઉથી તમને કહી સંભળાવ્યું હતું, જેથી તમે કહી ના શકો કે, "મારી મૂર્તિએ તેઓને આ કર્યુ છે," અથવા "મારી કોરેલી મૂર્તિએ તથા ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તો મેં વર્ષો પહેલાં ભાવિની જાહેરાત કરી અને બનાવો બને તે પહેલાં તને જણાવ્યા, જેથી તું બડાઈ ન મારે કે એ તો તારી લાકડાની કોરેલી કે ધાતુમાંથી ઢાળેલી મૂર્તિઓએ નિર્માણ કર્યા પ્રમાણે બન્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી તો મેં તને પુરાતન કાળથી વિદિત કર્યું હતું; તે થયા પહેલાં મેં [આગળથી] તને કહી સંભળાવ્યું હતું; રખેને તું કહે, ‘મારી મૂર્તિએ તે કામો કર્યાં છે, ને મારી કોરેલી મૂર્તિએ તથા મારી ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી મેં તમને લાંબા સમય પહેલાંથી એ બધું કહી રાખ્યું હતું, જેથી તમે એમ ન કહી શકો કે, ‘આ તો મારી મૂર્તિએ કર્યુ છે, મારી કોતરેલી અને ઢાળેલી મૂર્તિઓના હુકમથી એ બન્યું છે.’”